Login
Login

Get your registration id now!

Registration
Registration Banner Registration Banner

સવાલો ના સવાકરોડ વિશે!

સવાલો ના સવાકરોડ વિશે!

સવાલો ના સવાકરોડના દ્વાર ખુલી ગયા છે... 

સ્ટેપ ૧ – આપો જવાબ
૫ દિવસ - ૫ સવાલ

  • જેમણે રજિસ્ટ્રેશન કરાવ્યું છે એમને ૩જી માર્ચથી ૭મી માર્ચ ૨૦૨૧ સુધી એટલે કે પાંચ દિવસ સુધી દરરોજ રાત્રે ૮ વાગે ગુજરાતીમાં એક પ્રશ્ન પૂછવામાં આવશે, જેનો જવાબ એ જ રાત્રે ૧૨ વાગ્યા પહેલાં આપવાનો રહેશે. ખાસ નોંધ કે, જેમણે પાંચેપાંચ દિવસ જવાબ આપ્યા હશે એ જ આગળના સ્ટેપ માટે ક્વોલિફાઇ થશે.
  • www.sscgujarat.com વેબસાઈટ અને ssc Gujarat એન્ડ્રોઇડ એપ્લિકેશન એમ ‘સવાલોના સવાકરોડ’ના બન્ને ડિજિટલ માધ્યમ પર સવાલોના જવાબ આપી શકાશે.

સ્ટેપ ૨ – બનાવો વીડિયો
વીડિયો ઓડીશન

  • પહેલાં સ્ટેપમાં ક્વોલિફાઇ થનારા સ્પર્ધકને રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર ટેક્સ્ટ મેસેજ એટલે કે SMS દ્વારા એક લિંક મોકલવામાં આવશે તો સાથોસાથ તેમને કોલ દ્વારા પણ જાણ કરવામાં આવશે. 
  • મોકલવામાં આવેલી આ લિંક ક્લિક કરતાં એક વીડિયો ખુલશે, જેમાં સમજાવ્યા મુજબ સ્પર્ધકે ‘સવાલોના સવાકરોડ’ને વીડિયો મોકલવાનો રહેશે.

સ્ટેપ ૩ – મળીએ રૂબરૂ
પર્સનલ ઓડિશન

  • બીજા સ્ટેપમાં ક્વોલિફાઇ થઈ આગળ વધનારા સ્પર્ધકોને નિર્ધારિત કરવામાં આવેલા સ્થળ અને નિશ્ચિત કરેલી તારીખે ગુજરાતના અમદાવાદ, બરોડા, સુરત અને રાજકોટ એમ ચાર ઝોન મુજબ પર્સનલ ઓડિશન માટે બોલાવવામાં આવશે. નમ્રતા સાથે જણાવવાનું કે, પર્સનલ ઓડિશન માટે હાજર નહીં રહેનારા સ્પર્ધક આપમેળે ડિસક્વોલિફાઇ થશે અને તેને ‘સવાલોના સવાકરોડ’ ગેમ શોમાંથી રદબાતલ કરવામાં આવશે. એક ખાસ વાત, પર્સનલ ઓડિશનના સ્થળ સુધી પહોંચવા માટે કોઈ પણ પ્રકારનો ટ્રાવેલિંગ કે પછી અકોમોડેશન ખર્ચ આપવામાં આવશે નહીં

Get your registration id now!

Registration

SSC GUJARAT OFFICIAL APPLICATION